
Daily Darshan 2
પરમેશ્વર વિના બીજું જે જે પદાર્ય માયિક અધિક જણાય તેનો જે અતિશે ત્યાગ કરે તે ત્યાગ ખરો છે અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય, અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે. (મ. ૫૭)