
Daily Darshan 2
અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ, તે માટે તમે અમારું જો વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જાશું, અને તમે પણ એમ જાણજ્યો જે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને વળી અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમારે મહાકષ્ટ કોઈક આવી પડશે તેથી અથવા સાતદકાળી જેવું પડશે તે થકી રક્ષા કરશું, અને કોઈએ ઊગર્યાનો આરો નથી એવું કષ્ટ આવી પડશે તો ય પણ રક્ષા કરશું, જો અમારા આ સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગ રાખશો તો. અને નહિ રાખો તો મહા દુઃખ પામશો તેમાં અમારે લેણા દેણા નથી. (જે. ૫)