Daily Darshan 2
કોટી કોટી ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે, એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ તેને વિષે આ પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે. તે આકૃતિમાંથી પોતે ભગવાન અવતાર ધારે છે અને આ ભગવાન કેવા છે તો ક્ષર-અક્ષર થકી પર છે ને સર્વ કારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવ્યાં છે ચરણકમળ જેમના એવા છે. અને એવા જે ભગવાન તે જે પોતે દયાએ કરીને જીવોનાં પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થકા તમારી સર્વની દૃષ્ટિને ગોચર સાક્ષાત્પણે વર્તે છે. (છે. ૩૧)